Skip to main content

Posts

નાના ભુલકાઓને પુર્વ પ્રાથમિક શિક્ષણપુરૂ પાડવા આંગણવાડી કાર્યકર અને તેડાઘરના બહેનો ની પ્રશંસનીય કામગીરી

  છેલ્લા ઘણાં સમય થી કોવિદ ના કારણે આંગણવાડીઓ બંદ હતી હવે સુખઃદ પરિસ્થિતીમા પુર્વવત થઇ કુનરીયા ગામની આંગણવાડીમા બાળકોને પુર્વ પ્રાથમિક શિક્ષણ તો અપાયજ છે એ સાથે બાળકોની તંદુરસ્તી નો પણ ધ્યાન રાખવામા આવે છે કુપોષીત બાળકો ના વાલીઓ ને મળી ગૃહમુલાકાત દરમ્યાન સતત માર્ગદર્શન અપાય છે બાળકોને મેનુ મુજબનુ આહાર મળે તે સુનિશ્ચિત કરવા મા આવે છે બાળકો અને વાલીઓમા સફાઇ ની આદત વિકસે એવા પ્રયાસ કરવા મા આવે છે બાળકો ને વિવિધ રમકડા સાથે રમતો રમાડવા મા આવે છે ઉપરાંત ધાત્રીમાતા સગર્ભા બહેનો ને પુરક આહાર અપાય છે કિશોરીઓને વિવિધ પ્રવૃતી કરી BMI આધારે ખોરાક લેવા પ્રેરણા આપવામા આવે છે.

રાષ્ટ્રીય ખાધ સુરક્ષા મિશન હેઠળ તેલીબિયાં પાક લેતા ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કુનરીયા ગામે તાલીમ અપાઇ

 તારીખ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ ના કુનરીયા ગામે ૬૦ જેટલા ખેડૂતોને પાકના વાવેતર પૂર્વે કરવાની થતી તૈયારી તે દરમિયાન અને બાદમાં કઈ કાળજી રાખવી એ બાબતે તાલીમ આપવામાં આવી આ તાલીમમાં ખેડૂતોને તેલીબીયા પાક વિશે જાણકારી મેળવી આ પાકનું વાવેતર વધે આવા પાકમાં આવતા જીવાતથી ખેડૂતો અવગત થાય અને તેના નિયંત્રણ માટે વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવતી ભલામણ ની માહિતી મેળવી આ તકે એગ્રોશેલ ના  પ્રતિનિધિ નટુભાઈ રાઠવાએ એરંડાના પાક માટે પૂર્વ તૈયારી કઇ રીતે કરવી અને કુનરીયા ની આબોહવા ને ધ્યાનમાં રાખી કઈ જાતનું વાવેતર કરવું તેની જાણકારી આપી હતી  પશુપાલન વિભાગના વેટરનરી ઓફિસર ડો. શૈલેષભાઈ ચૌધરી ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન અપનાવવા ખેડૂતોને માહિતગાર કર્યા પશુઓમાં આવતા રોગ ની જાણકારી આપી અને સરકાર દ્વારા આપવામાં આવતી રસીઓ સમયસર લેવાની ભલામણ કરી હતી આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલકોને લગતી યોજનાઓ ની માહિતી આપી  ગ્રામસેવક યુ. એન.  પનારા સાહેબ આઈ ખેડુત પોર્ટલ પર આવનારી ખેડૂતલક્ષી યોજનાઓ ની ઓનલાઈન નોંધણી અને વેરિફિકેશન બાબતે જાણકારી આપી સરળ ભાષામાં ખેડૂતોને અકસ્માત વીમા બાબતે જણાવ્યું કાઝરી  કૃષિ વ...

કુનરીયા પ્રાથમિક શાળા મા બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ.

કોવિદ ની પરિસ્થિતી મા બાળકોના શિક્ષણકાર્ય મા થોડી મર્યાદા ઓ અનુભવી સરકાર શાળાઓશિક્ષકો અને વાલીઓ એ વિવિધ સ્તરે અલગ અલગ માધ્યમો થી પ્રયત્નો કર્યા અંતે કોરોના માથી થોડી રાહત થતા શાળાઓ પુર્વવત શરુ થઇ બાળકો પરંપરાગત શિક્ષણ મેળવતા થયા  કુનરીયા પ્રાથમિક શાળા મા પરંપરાગત શિક્ષણ ઉપરાંત જીવનના અન્ય કૌશલ્યો વિકસાવે એ માટે સતત પ્રયત્નો થતા રહ્યા છે એ શિલશિલામા ગત તારીખ ૩૦અને ૩૧ એમ બે દિવસ બાળમેળા નુ આયોજન કરવા મા આવ્યુ બન્ને શાળા ના ૧૮ જેટલા સ્ટોલ મા ૫૪ વિધ્યાર્થીઓએ પોતાની કળા અને આવડત નુ પ્રદર્શન કર્યુ વિવિધ વિભાગો મા ફુડકોર્ટ અને હસ્તકળા ના સ્ટોલ લગાવવામા આવ્યા હતા બાળકો ને વેપાર વિનિમય અને વાણીજય અંગે ની સમજ આપવામા આવી ઉપરાંત વેપારી અને ગ્રાહક ના સબંધો અને વ્યવહાર સબંધીત માહિતી આપવામા આવી. ગામના નવનિયુક્ત સરપંચ શ્રી રશ્મિબેન છાંગા એ આ બાળમેળા નુ ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુક્યુ એસ.એમ.સી. ના સભ્યો વાલીઓ અને ગામલોકો આ બાલકલાકારો અને વેપારી ઓને પ્રોત્સાહિત કરવા બહોળી સંખ્યા મા હાજર રહ્યા હતા આ તકે શાળા પરિવાર દ્વારા નવનિયુક્ત સરપંચ સરપંચ શ્રી નુ પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ હતુ.

હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર કુનરીયા દ્વારા સાયકલ સ્પર્ધા નુ આયોજન કરવા મા આવ્યુ.

 તા ૨૬/૧૨/૨૦૨૧ ના રોજ કુનરીયા સબ સેન્ટર ના પ્રયાસો થી સાયકલ સ્પર્ધા રાખવા આવી હતી જેનો મુળ હેતુ લોકો મા સારીરીક વ્યાયામ પ્રત્યે ની જાગૃતી આવે કસરત કરવા ની આદતો કેળવે જેથી લોકો તાણ કે અન્ય માનશીક બિમારી થી બચી શકે શારીરિક વ્યાયામ કરવા થી એન્ડોરફિન ડોપામાઇન અને સ્ટેરોટોનાઇન નામના અંતઃ સ્ત્રાવ ઉત્પન્ન થાય છે જે વ્યક્તિ ને ખુશ રાખે છે  સમયાંતરે આવી સ્પર્ધા થવાથી નોન કમ્યુનિકેબલ ડિસીઝ થી બચી શકાય છે  કુલ ૨૫ જેટલા બાળકો એ સ્પર્ધામા ભાગ લીધો જેમા બેશ્રેણી મા ૧ થી ૩ નંબર ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવા મા આવ્યા  ૧ કેરાસીયા મનીષ કાનજીભાઇ પ્રથમ નંબર  ૨ વાણીયા તુશાર મનહરભાઇ દ્વિતીય નંબર ૩ ગાગલ ભાવિન સામજીભાઇ તૃતીય નંબર  ૧ ચાડ નીરજ ધનજીભાઇ પ્રથમ નંબર  ૨ સુમરા સબ્બીર કાસમભાઇ દ્વિતીય નંબર ૩ કેરાસીયા આર્ય વિરમભાઇ તૃતીય નંબર  કોમ્યુનિટી હેલથ ઓફિસર રિંકલ બેન  એ એન એમ મંજુલા બેન  તમામ આશા વર્કર અને બાલિકા પંચાયત ના સરપંચ ભારતી બેન ગરવા ઉપસ્થિત રહ્યા હતા.

કુનરીયા મા સ્વસહાય જુથ ને બરોડા RSETI દ્વારા તાલીમ આપવામા આવી.

 કુનરીયા તા. ૧૮ઃ બરોડા બેંક સંચાલિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ભુજ તાલુકાના કુનરીયા ગામમાં મિણબતી બનાવવાની  ૧૦ દિવસીય તાલીમનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ ૧૦ દિવસીય તાલીમ દરમિયાન બહેનોએ વિવિધ રમતો, આત્મવિશ્વાસ વધારવો, સિદ્ધિ પ્રેરણા વગેરેની સમજ આપવામાં આવેલ હતી. બરોડા આરસેટી.ના ડાયરેક્ટર અજીત સર્મા તથા ભાવિન સેંગાણી DLM તથા હેન્ડીક્રાફટ DC ના એડિશનલ ડાયરેકટોર રવિવિર ચૌધરી દ્વારા બહેનોને માર્કેટ સર્વે તથા ઉદ્યોગ સાહસિક્તાના અનુભવોની સમજુતી આપી હતી. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય લાભાર્થીઓ વિનામૂલ્યે તાલીમ મેળવીને સ્વરોજગાર મેળવી શકે તથા આર્થિક રીતે પગભર થાય તેનો છે. આ તાલીમને સફળ બનાવવા ડાયરેક્ટર અજીત સર્માના  માર્ગદર્શન હેઠળ આર.સેટી. સ્ટાફ તથા તાલીમના ફેકલ્ટી એ  જહેમત ઊઠાવી હતી.

એનિમિયા મુક્ત ભારત પ્રકલ્પને કુનરીયા પંચાયતે આપ્યું વેગ.

કુનરીયા જુથ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુનરીયા ની ૬૦ દીકરીઓનું H.B ટેસ્ટ કરવામાં આવ્યું. હિમોગ્લોબીન ટેસ્ટ સામાન્ય રીતે એનિમિયા ની તપાસ કરવા માટે  આવે છે. જે લોહીમાંના લાલ રક્તકણો ની અપૂર્ણતાને દર્શાવે છે અને જેને કારણે અન્ય તકલીફો થવી સંભવ છે. સમયાંતરે દીકરીઓમાં આવા ટેસ્ટ કરવાની પરંપરા કુનરીયા પંચાયતને કરી છે. તેથી સાવચેતી રાખી શકાય. ૬૦ દીકરીઓના વજન ઉંચાઇ અને  H.B ટેસ્ટ થયા. ANM મંજુલાબેન દ્વારા આ સંદર્ભ દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત શું કાળજી રાખવી એની પણ વાત કરવામાં આવી હતી. ખાસ કરીને આયર્ન અને વિટામીન B સંબંધિત ગોળીઓ લેવા આગ્રહ કર્યો અન્ય પ્રોટીન વિટામિન અને માઈક્રો ન્યુટ્રીયન્ટ  કયા શાકભાજી અને ફળ માંથી મળે એ બાબતે સમજ આપવામાં આવી. બાલિકા પંચાયતના સરપંચ ભારતી ગરવા  અને આશા વર્કર રાજીબેન તેમજ શાંતાબેને વ્યવસ્થા સંભાળી હતી.

૧૫ સપ્ટેમ્બર ની ગ્રામ સભાની મીટીંગ મિનીટ્સ.