તારીખ 27 9 2019 ના રોજ કુનરીયા ગામે ખેડૂતોને પાકમાં આવતા રોગો વિશે માહિતી બાદ માર્ગદર્શન અપાયું. છેલ્લા એકાદ મહિનાથી વરસાદ સતત વરસી રહ્યો છે અથવા વાદળછાયું વાતાવરણ રહ્યું એકધારો સૂર્યપ્રકાશ કે તડકો જોવા મળ્યો નહીં એના કારણે એરંડા અને કપાસના પાકમાં આવતી ઈયળોને સાનુકૂળ વાતાવરણ મળ્યું અને લશ્કરી ઈયળો એ પાક પર હુમલો કર્યો આવિ ઈયળો થી બચવા અને વધારાના ખોટા ખર્ચ ના કરવા પડે એ હેતુ થી કુનરીયા ગામમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના રોગ નિષ્ણાંત ડો અરવિંદે ખેડૂતોને માહિતી આપી. ડોક્ટર અરવિંદ એ પોતાની વાતમાં પાક ફેરબદલી અને અગાઉથી માવજતની ભલામણ કરી ખેડૂતોને મુજવતી બાબતોના જવાબો આપ્યા. ઉપરાંત આગામી દિવસોમાં ઘઉં અને રાયડાના વાવેતરમાં બિયારણની પસંદગી વાવેતર માટેનો અનુકુળ સમય જમીન ને ધ્યાનમાં રાખી બિયારણની જાત વગેરે બાબતો પર ઉડાંણ પૂર્વક માહિતી આપી. ACT સંસ્થાના ડાયરેક્ટર શ્રી યોગેશભાઈ જાડેજા એ S.R.I. પદ્ધતિથી ઘઉં વાવી વધારે ઉત્પાદન લેવા આહવાન કરાયું આગામી સિઝન 15 ઓક્ટોબર થી 14 નવેમ્બર દરમિયાન ખેડૂતો આ નવી પદ્ધત...
ગ્રામ પંચાયત વિસ્તાર માં લોક કલ્યાણની પ્રવૃત્તિ અને રાજ્ય અને કેન્દ્ર સરકાર નીયોજના ઓની અમલવારી કરી લોક ઉપયોગી કામો કરવા અને રાષ્ટ્ર નાં વિકાસ માં મહત્વ નું યોગદાન આપવું ૭૩ માં બંધારણીય સુધારા માં પંચાયતો ને મળેલી સતા અને ફરજો નું નિષ્ઠાપૂર્વક વહન કરવું અને અન્ય પંચાયતો નેઉપયોગી માહિતી પહોચાડવી