Skip to main content

Posts

Showing posts from February, 2020

Gujarat Forest and Corbett Foundation organized a program in Kunaria village for awareness regarding wolf.

 ફોરેસ્ટ અને કોર્બેટ ફાઉન્ડેશન દ્વારા (ભગાડ) વરુ ખેડુત નો મીત્ર સબંધીત લોક જાગૃતિ આવે એ માટે કુનરીયા ગામે  કાર્યક્રમ યોજવામા આવ્યો. Efforts by the Kunaria Panchayat for Bio Diversity have been put to the public in the village .   PPT  પ્રેઝન્ટેશનમાં વરુ નર અને માદા પરિવારમાં રહે છે જેમાં તેઓ સંતાન પણ રાખે છે.  એવું પણ જોવા મળ્યું છે કે કેટલીકવાર વરુઓ અન્ય વરુના અનાથ બાળકોનો પણ આશ્રય લે છે.  વરુના શિકાર કરવાની રીત સામાજિક છે - તેઓ એકલા શિકાર કરતા નથી, પરંતુ ગેંગ બનાવે છે અને હરણ-ગાય જેવા પ્રાણીઓનો શિકાર કરે છે.  વરુ  તેમના ક્ષેત્રના પરાકાષ્ઠાના શિકારી છે જેમને મનુષ્ય અને સિંહ સિવાય બીજા કોઈએ પડકાર આપ્યો નથી.  વરુને ઘણી  દંતકથાઓમાં પણ સ્થાન મળ્યું છે, જેમાં તેઓને ખૂબ બહાદુર જીવો બતાવવામાં આવ્યા છે,  વરુ ખૂબ બહાદુર પ્રાણીઓ છે.  હાલમાં જાણીતી સૌથી મોટી જાતિઓ ભૂરા વરુ છે.  વરુ 105 થી 160 સે.મી. લાંબા અને 80 થી 85 સે.મી. ઊંચા હોય તેમનું વજન 52 કિલો છે અને કલાકના 60 કિમી સુધીની ઝડપ મા ચાલી  શકે છે. આ પ્રજાતિ ના અસ્તીત્વ બાબત...

કુનરીયા પંચાયત અને શાળા પરિવાર ના સયુક્ત ઉપક્રમે રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરાઈ. CELEBRATED NATIONAL SCIENCE DAY @KUNARIYA

Happy #NationalScienceDay!  "Science and everyday life cannot and should not be separated." As we commemorate the discovery of the “Raman Effect” by Sir C.V. Raman this National Science Day, let’s pledge to never stop asking questions and to never lose our curiosity. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ૧૯૮૬ થી ઉજવાય છે  જેનો હેતુ સમાજમાં જાગૃતિ ફેલાય અને વૈજ્ઞાનિક વિચારની ઉત્પન્ન થાય અને વૈજ્ઞાનિક શોધોના વ્યવહારિક ઉપયોગ થી લોકો માહિતગાર થાય તથા વિજ્ઞાનના માધ્યમથી તેમની બૌદ્ધિક અને માનસિક સજ્જતા વધે   ૨૮મી ફેબ્રુઆરી એજ શા માટે ?  આપણા દેશના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટરામન જેમને આપણે સી.વી.રામન ના નામથી ઓળખીએ છીએ   તેમને ૨૮મી ફેબ્રુઆરી ૧૯૨૮ ના દિવસે પ્રકાશના પરાવર્તનના વિસ્મય કારક ઘટના નિહાળી આ દિવસે તેમની રામન  ઇફેક્ટ નામની મહત્વપૂર્ણ શોધનો આવિષ્કાર કર્યો તેમણે શોધી કાઢયું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે આ સંશોધનને તેમણે રામન ઇફેક્ટ નામ આપ્યું સમગ્ર દિવસમાં આ  શોધ દ્વારા તેમને ગૌરવ પ્રાપ્ત થયું અને તેની જાહેરાત 28 ફેબ્રુઆરી ૧૯૮૭ ના થઇ આ શોધ બદલ...

કુનરીયા ગ્રામ સભા ચર્ચા,માંગણીઓ અને સંવાદ .

તારીખ 18 2 2020 ના રોજ કુનરીયા ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું શરૂઆત માં  અધ્યક્ષની પરવાનગી સાથે શરૂઆત થઈ એજેન્ડા  મુજબ પંચાયતના તલાટી શ્રી નારણભાઇ આહિરે ગ્રામસભાનું વાંચન કર્યું આવક-જાવક નો હિસાબ ઉપરાંત ઉપલબ્ધભંડોળની  વાતો કરી બાદમાં  આવેલ અરજીઓને વાંચી લીધા બાદ નિકાલ કર્યો ચાલુ વિકાસ કામો અંગે માહિતગાર કર્યા આગામી કામો અંગે ચર્ચા કરવામાં આવી બાળકોમા પ્રશ્નો ખાસ કરીને શાળા આરોગ્ય અને આંગણવાડીસબંધિત  ચર્ચાઓ થઈ રેડ્ઝોનના બાળકો યેલો માં આવ્યા એ બાબતે  થયેલી પ્રક્રિયા  ની વાત કરવામાં આવી પોષણ આહાર અને નિયમિતતાથી આ શક્ય ક બન્યું બહેનોને રોજગારી બાબતે ખાસ કરીને ભરતકામ અને એમ્બોરોડ્રી ની તાલીમ અને ચર્ચા કરવામાં આવી ટીબીના દર્દીઓને નિયમિત દવા લે છે કે નહીં તે અંગે ચર્ચા થઇ આ સમય દરમ્યાન કુનરીયા પંચાયતના જિલ્લા કક્ષાએ મોનિટરિંગ કમિટી માં હાજર રહેવા આમંત્રણ મળ્યો એ બાબતે ચર્ચા થઈ હૈદરાબાદ એન.આઈ આર.ડી માં કુનરીયા ના પ્રેઝન્ટેશન ની ચર્ચા કરવામાં આવી  ગામલોકો દ્વારા વાડી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની માગણી કરાઈ ઉપરાંત રોડ ગટર લાઈન સ્ટ્રીટ લાઈ...

KUNARIYA GRAM PANCHAYAT AND ICICI FOUNDATION JOINTLY ORGANISED TRAINING PROGRAM FOR EMPLOYMENT OF WOMEN'S.

Women empowerment is not a statement for me. It’s a way of life. So proud that panchayat organising training for employment of women that’s headed in the right direction. ગ્રામ સભા માં આવેલી માંગણીઓના અનુસંધાને કુનરીયા પંચાયતે બહેનોની આજીવિકા માં વધારો થાય એ માટે સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી તાલીમ આપવાની શરૂ કરી  ICICI ફાઉન્ડેશનના સહયોગથી કુનરીયા ની 20 બહેનો ભરત ગુંથણ તાલીમ મેળવી રહી છે. ભરતગુંથણ માં મૂલ્યવર્ધન કઈ રીતે કરવું માર્કેટ ની પરિસ્થિતિ કયા પ્રકારની ડિઝાઈન હશે અને કાપડ કયો વાપરવો વગેરે બાબતે તાલીમ અપાઈ રહી છે સંસ્થાના ટ્રેનર દરરોજ સાંજે ૪ થી ૬ ગામની બહેનોને તાલીમ આપશે. તાલીમ મેળવ્યા બાદ આ બહેનોને કામ આપવાની બાંહેધરી પણ અપાઇ છે. ભુજના માર્કેટમાં આવા પ્રકારની માંગને ઓળખી વેપારીઓનો સંપર્ક કરાયો છે બધી જ બહેનો એ તૈયાર કરેલા માલ ભુજની પપેટ માર્કેટિંગ  લેશે એવી ખાત્રી આપી છે બહેનોને આર્થિક સક્ષમતા આવવાથી નિર્ણય પ્રક્રિયામાં પણ બહેનો ની ભાગીદારી આવશે.

Chief Judicial Magistrate's Guide to Children's Rights and Child Crime

 કાનૂની સેવા સત્તા મંડળ ચેરમેન અને જયુડિશયલ મેજીસ્ટ્રેટ બી એન પટેલ સાહેબ આહીરપટી ના ગામની હાઇસ્કૂલમાં માર્ગદર્શન આપ્યું તરુણાવસ્થા દરમિયાન આવતા શારીરિક અને માનસિક ફેરફારો વખતે કેવી કાળજી રાખવી તાજેતરમાં બનેલી ઘટનાઓના ઉદાહરણ ટાંકી બને શાળાના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સંઘર્ષ દરમિયાન સચેત રહેવા ની ભલામણ કરી મોબાઇલના ઉપયોગ અને દુરુપયોગ બાળકને વિગતવાર માહિતી આપી POCSO VCPC બાળ લગ્ન અને બાળકોના અધિકારો સંબંધિત કાયદા ની વાત કરી અપરાધીઓ માટે સજાની જોગવાઈ સંદભે માહિતી આપી બોર્ડના વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય માટે ગોલ સેટ કરી જયૂડીશરી માં રહેલી ઉજ્જવળ તક અંગે માહિતી આપી. ભુજ બાર એસોસિએશનના પ્રમુખ વિમલભાઈ મહેતા પણ જોડાયા હતા વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ અને સામાજિક આગેવાનોને પણ ટકોર કરતા કાળજી રાખવા સૂચવ્યું હતું.

EFFORTS BY KUNARIYA GRAM PANCHAYAT IN ENABLING SOCIAL CHANGE.

The panchayat can engage in two types of work –infrastructure and service related .while the former can be solved by handing out the required contracts, the latter can be possible only with practical solutions. We felt like the voice of the youth was unheard earlier and provided provisions to include their participation within our public discussions ‘’ Suresh bhai chhanga, sarpanch –kunariya group panchayat. When Mr. Suresh chhanga was elected in 2017 as the sarpanch, Bhuj block there were many challenges before him. Problems such as lack of public participation at every level and decision-making by limited people in the panchayat were the first things to seriously tackle, A lack of co- ordination among local government officials problems with malnutrition,    irregular local services by    panchayat unemployment , and high drop –out rate of girls from schools were some of the other glaring issues coming  from a   background of studying social work and...

ઉત્થાન સંસ્થા ના પ્રતિનિધિઓ અને 14 તાલુકા ના 40 પ્રતિનિધિઓ એ કુનરીયા પંચાયત ની મુલાકાત લીધી.

ગત તારીખ 17 ના રોજ ભાવનગર પંચમહાલ અરવલ્લી જિલ્લાના પંચાયત પ્રતિનિધિઓ અને ઉત્થાન સસ્થાના ટીમલીડરો એ કુનરીયા પંચાયતની મુલાકાત લીધી. 73 માં બંધારણીય સુધારા થી ગ્રામ સભાને વૈધાનિક દરજ્જો  પ્રાપ્ત થયો ગ્રામસભામાં થયેલી ચર્ચાના આધારે પંચાયતો ને સોપાયેલ ૨૯ વિષયો પર પંચાયત કઈ રીતે કામ કરશે, અંતિમ તબક્કાના લોકોની શાસન વ્યવસ્થામાં કઈ રીતે ભાગીદારી આવે સામાજિક ન્યાય સંબંધી પંચાયતોએ કયાપ્રકારના કામો કરવાના  થાય અને ફરજિયાત સમિતિઓની શું ભૂમિકા MGNREGA. NSAP, અને અન્ય યોજનાઓનો સામાજિક પરિવર્તનમાં કેટલું મહત્વ. પંચાયતની કામગીરી માં સરકાર દ્વારા થતા મૂલ્યાંકન ની વ્યવસ્થા અને માર્ગદર્શનની પ્રક્રિયાની વાત કુનરીયા પંચાયતની મુલાકાતે આવેલા ૧૪ તાલુકાના ૪૦ જેટલા પ્રતિનિધિઓ એ જાણી દરમિયાન કુનરિયા પંચાયતના આરોગ્ય વિભાગમાં થતી રસીકરણ અને લોક સુખાકારી માટે થતી પ્રવૃત્તિ નો નર્સ છાયા બેને પરિચય કરાવ્યો કસ્તુરબા પોષણ સહાય અને બાળકો માટે પ્રીએજ્યુકેશન ની જાણકારી આંગણવાડી કાર્યકર ગીતા બેને આપી શાળામાં થતા વિવિધ નવીન પ્રયોગો અંગે આચાર્ય મીતાબેને જણાવ્યું પાણી માટે પંચાયત અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયત્નની માહિ...

MPPS APPLICATION ORIENTATION PROGRAM AT KUNARIYA ORGANIZED by WASMO AND PARTNERS

વાસ્મો પાણી પુરવઠા વિભાગ યુનિસેફ સિગ્મા ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે કુનરીયામા એક દિવસીય વર્કશોપ યોજાયો જેમાં જિલ્લાની 12 પંચાયતોને સાથે રાખી મોનીટરીંગ પર્ફોમન્સ ઓફ પાણીસમિતિ નામની એન્ડ્રોઇડ બેઝ એપ્લીકેશન થી પાણી સમિતિ એ કરેલા કામ બાબતે માહિતી એકત્રિત કરાશે. MPPS એપ્લિકેશનમાં રોજ-બરોજના પાણી સ્ત્રોત અને સેવા સંબંધિત માહિતી અપલોડ કરવાની થશે ઉપરાંત મહિનાના અંતે પાણીની ગુણવત્તા વિતરણ વ્યવસ્થા રીપેરીંગ આવક જાવક સંબંધિત માહિતી એકત્રિત કરાશે અને વર્ષના અંતે વોટર બજેટ સંબંધિત આંકડા  પાણીની ગુણવત્તા ફરિયાદો અને નિવારણ સેવા સંબંધિત માહિતી અપલોડ કરાશે.  આ એપ્લિકેશનનો પ્રયોગ સમગ્ર ગુજરાતમાંથી કચ્છની ૧૨ પંચાયતોમાં થઈ રહ્યો છે જેમાં ભુજની ૩, માંડવીની ૩,ગાંધીધામની બે નખત્રાણાની ૨, ૧ રાપર અને ૧ અબડાસાની પંચાયતનો સમાવેશ થાય છે. આ પ્રસંગે યુનિસેફના મમતાબેન પાણી પુરવઠા ચીફ એન્જિનિયર વનરા સર વાસ્મો યુનિટ મેનેજર કટારીયા સાહેબ સિગ્મા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ ઉપરાંત પાણી સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.  ગામના સરપંચ સુરેશ છાગા એ સૌને આવકાર્યા હતા કોર્ડીનેટર ડિમ્પલબેન સાહે પ્રાસંગિક પરિચય ...