Skip to main content

Posts

World Breastfeeding Day was celebrated in Kunariya કુનરીયા મા વિશ્વ સ્તનપાનનદિવસ ની ઉજવણી કરવા મા આવી

 બાળક ના ઉજ્જવળ ભવિષ્ય માટે  પોષણ એ અગત્ય ની બાબત છે  ૦૦૦૦૦૦ તંદુરસ્ત બાળકના જન્મને સુનિશ્ચિત કરવા સગર્ભાસ્ત્રીઓના આહારમા વિટામિન અને માઇક્રોન્યુટ્રિયન્સ ની ભલામણ કરવા મા આવે છે ૦૦૦૦૦૦ ઓગસ્ટ માસ નો પ્રથમ સપ્તાહ સમગ્ર વિશ્વ મા સ્તનપાન દિવસ તરીકે ઉજવવા મા આવે છે જેનો ઉદે્શ્ય માતાઓને નવજાત શિશુમાટે સ્તનપાન નુ મહત્વ સમજાવવા નો છે સ્તનપાન બાળકના પ્રારંભીક વિકાસ મા મહત્વ ની ભુમિકા ભજવે છે  કુનરીયા પંચાયત દ્વારા સગર્ભા અને ધાત્રીમાતા ઓને સ્તનપાન નુ મહત્વ સમજાવવા ૬ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ વિશ્વ સ્તનપાન દિવસ ની ઉજવણી કરવા મા આવી બાળકના સ્વસ્થ જીવન માટે ગર્ભાવસ્થાથી પ્રથમ ૧૦૦૦ દિવસ બાળકના શારિરીક અને માનશિક વિકાસ માટે મહત્વના હોય છે બાળક ને પ્રથમ ૬ માસ માતાનુ સ્તનપાન અને ત્યારબાદ પોષણયુક્ત આહાર આપવો જોઇએ બાળકના જન્મના પ્રથમ કલાકમાજ સ્તનપાન કરાવવા ની ભલામણ કરવા મા આવી માતાનુ દુધ બાળકના પોષણ માટે શ્રેષ્ઠ સ્ત્રોત છે આ ઉપરાંત આંગણવાડી મા મળતા પૂર્ણા શક્તિ માંથી વિવિધ પૌષ્ટીક રશોઇ બનાવવા ની રેશેપી અંગે વાત કરવા મા આવી કિશોરી ઓના વજન ઉચાઇ ચેક કરવા મા આવી હાજર રહેલી માતા ઓને વ્હાલી દિકરી ય...

મહિલા સરપંચના પ્રગતિશીલ વિચારો થકી કુનરીયા જેવા છેવાડાના નાનકડા ગામની મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર સહિતના ક્ષેત્રે અવ્વલ બની

 સાફલ્ય ગાથા કુનરીયા ગામની નવતર પહેલ : પંચાયત અને શાસનવ્યવસ્થામાં સ્ત્રીઓની ભાગીદારી વધારવા દર ૧૫ દિવસે મળતી ગામની મહિલાઓની બેઠક ૦૦૦૦ રાજયકક્ષાના નારી કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ખાતે શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ રશ્મિબેન છાંગાનું સન્માન કરાયું ૦૦૦૦ ભુજ, શનિવાર: ભુજ તાલુકાનું ૩૫૦૦ની વસતી ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધો.૯ સુધીનું શિક્ષણ મેળવ્યું છે પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇને તાજેતરમાં સરકાર દ્વારા "નારી વંદના ઉત્સવ" અંતર્ગત ભુજ ખાતે રાજ્યકક્ષાની મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. નારીને જો ઉડવા માટે મોકળું આકાશ અને પરીવારનો સાથ મળે તો તે પોતાનું ઘર જ નહીં પરંતુ ગામની શાસન વ્યવસ્થા પણ સુચારૂ રીતે સંભાળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નાનકડા ગામ એવા કુનરીયાના સરપંચ રશ...

૧૧ જિલ્લા ના તલાટી કમ મંત્રીની તાલીમ દરમ્યાન સંવાદ કર્યો

 ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM) દ્વારા તલાટી કમ મંત્રી ની આફત નીવારણ સબંધીત ક્ષમતા વર્ધન માટેની બે દિવસીય તાલીમ મા વિષય નિષ્ણાંત તરીકે સેવાઓ આપી લગભગ ૧૧ જિલ્લાના તલાટીશ્રીઓને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પ્લાન ને GPDP મા કઇરીતે સંમિલીત કરવો આવા આયોજન દરમ્યાન કઇ બાબતનું ધ્યાન રાખવુ કઇ પ્રક્રિયામાંથી પસાર થવુ વેગેરે બાબતે સંવાદ થયો હળવા વાતાવરણ મા સંવાદ પુર્ણ થતા હકારાત્મક પ્રતિભાવ મળ્યા.

ભુજ તાલુકાના કુનરીયા ગામે તારીખ ૨/૭/૨૦૨૨ ના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

‘સરકાર આપના દ્વારે’ ની ઉક્તિ સાથે ભુજ તાલુકાના કુનરીયા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભુજ તાલુકાના ગ્રામ્ય મામલતદાર શ્રી વિવેક બારહાટ સાહેબની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. જેમા ભીરંડિયારા PHC ના મેડિકલ ઓફિસર, સર્કલ ઓફિસર બળદિયાથી અરશી ભાઇ આહીર, સમાજ કલ્યાણ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ ,તાલુકા પંચાયત ,  ખેતીવાડી શાખા, પશુપાલન શાખામાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી ઉપસરપંચ સુરેશભાઈ છાંગા એ સૌને આવકાર્યા બાદ સ્વચ્છ ભારત મિશનનાં જયાબેન દવેએ ગોબરધનની માહિતી આપી ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધનમાં મામલતદાર સાહેબ દ્વારા વિવિધ યોજનાઓના લાભ લેવા આહ્વાન કરાયું. ખાસ ઉત્કર્ષ યોજના હેઠળ તમામ લાભાર્થીઓ લાભ લે તે સુનિશ્ચિત કરવા આહવાહન કરાયું. વિધવા સહાય ,વયવંદના , દિવ્યાંગ પેન્શન વગેરે યોજનાનો લાભ લાભાર્થીને મળે એવું સૂચન કર્યું.  એન્ટાઈટલમેન્ટના કામો આધાર કાર્ડ , રાશનકાર્ડ , ચૂંટણીકાર્ડ ,  આયુષ્યમાન કાર્ડ ની સેવાઓ ઘર બેઠા મળી રહે એ માટે સેવા સેતુની ઉપલબ્ધતા દર્શાવી બાદમાં સેવા સેતુ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં સવારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોવ...

ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયતમાગ્રામ સભા યોજાઇ.

 ગ્રામસભા કે જે લોકોના અવાજ અને ઈચ્છાઓને પ્રતિબિંબ કરતું અને લોકશાહીને મજબૂત કરતું સૌથી મોટું માધ્યમ છે. કુનરીયા ગામ પંચાયત મા આજે ગ્રામ સભા યોજાઇ  ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ સ્થાનિક લોકોના સહયોગ થી ગ્રામસભા ઉપસરપંચશ્રીનાં અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં લોકોની ઈચ્છા મુજબ અને જરૂરિયાત મુજબના ૧૫માં નાણાપંચના વિકાસકામો બહુમતીથી નક્કી કરવામાં આવ્યા. લોકોને તમામ યોજનાકીય માહિતી આપવામાં આવી. રાશનના પ્રશ્નો, આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મિશન મંગલમ, બાયોગેસ,કરવેરા વિશે, યુવાઓના રોજગાર વિશે, અલગ અલગ વિભાગના કામો, કર્મચારીઓની કામગીરીની સમીક્ષા, પ્રિમોન્શુનની કામગીરી NSAP રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા કાર્યક્રમ હેઠળ ના લાભાર્થી ની યાદી નવા જોબ કાર્ડ ધારકો, પાછલા નાણાકીય વર્ષના હિસાબો ઓડિટ બાળ અધિકાર સલામતી અને રક્ષણ, મહિલા સલામતી,કિશોરીઓના અધિકાર અને કલ્યાણ, બાળલગ્ન નાબુદી અને અન્ય અગત્યનાં મુદ્દાઓ પર ચર્ચા થઈ. શિસ્તબદ્ધ રીતે અને લોકશાહી ઢબે લોક બહુમતી કે સર્વાનુમતે નિર્ણયો થયાં. ગ્રામસભાઓ ભરાય અને લોકોનાં હાથમાં જ સત્તા રહે એ સુનિશ્ચિત થવું જોઈએ.

કુનરીયા જુથ ગ્રામ પંચાયત ની ૨૪/૦૪ ની ગ્રામ સભા નો અહેવાલ Report on Gram Sabha of Kunaria gram panchayat on 24/04

કુલ મતદાતા :- ૨૩૭૬ તા :- ૨૪/૪/૨૦૨૨ :- ૫૦ જણ         ( પંચાયતી રાજ દિવસ ) હાજર ગ્રામજનો :- 383 + 5 = 388         સમય :- ૧૦:૦૦ સવારે ) સ્થળ : - કુનરીયા કુમાર શાળા આજરોજ ની સભા તારીખ ૧૬/૪/૨૦૨૨ના રોજ ગ્રામ પંચાયત દ્વારા બહાર પડેલ એજન્ડા તથા તાલુકા તથા જીલ્લા કક્ષાએથી મળેલ સુચના તથા અધ્યક્ષ  સ્થાને થી મળેલ સૂચનો ના આધારે આજરોજ ની ગ્રામસભા મળે છે. જે ગુજરાત પંચાયત અધિનિયમ ની કલમ ૯૩ ની આધારે કોરમ પૂર્ણ હોય સરપંચશ્રી રશ્મિબેન સુરેશભાઈ છાંગા ના અધ્યક્ષ સ્થાને ચાલુ કરવામાં આવે છે .  હાજર ગ્રામજનો / અધિકારી / પદ અધિકારી ની સંખ્યા  • 383 ગ્રામજનો :- પુરુષ : 248 •                  મહિલા : 135 •                  S.C.     : 88 •                               S.T.   : ૦ • ૮        પદઅધિકારીશ્રી...

કુનરીયા ગામ મા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માહિતી અપાઇ.Information was given to kunariya villagers under the national rural livelihood mission

ભારત સરકાર ના ગ્રામિણ વિકાસ મંત્રાલય દ્વારા ગરીબોને સંગઠીત કરી સ્વરોજગાર મેળવતા થાય એવા આશય થી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન NATIONAL RURAL LIVELIHOOD MISSION ની શરૂઆત કરવામા આવી છે જેનો મુખ્ય ઉદેશ્ય ગરીબી નાબુદ કરવા નો છે ગરીબ લોકો ને સતત રોજગારી મળતી રહે તે માટે વ્યવસાય કરવા ધીરાણ પણ પુરુ પાડવામા આવે છે  ભુજ તાલુકાના કુનરીયા ગામે NATIONAL RURAL LIVELIHOOD MISSION માથી સચીનભાઇ હાજર રહી માહીતી આપી સખીમંડળો થયા બાદ કરવા ની થતી કાર્યવાહી અગેની માહીતી પણ આપવામા આવી હતી સખી મંડળો નીરંતરતા જળવાઇરહે એમાટે વહિવટી પ્રક્રિયા ની પણ સમજ આપવામા આવી હતી આગામી દિવસોમા બચત કરશે તો એના લાભ વિષયે પણ ગહન ચર્ચા થઇ  સરપંચ અને બહેનો એ ઉત્સાહ પુર્વક ભાગ લિધો