Skip to main content

Posts

Showing posts from February, 2019

૨૮ પંચાયત પ્રતિનિધિઓ કુનરીયા ગામની શાસન પ્રણાલી થી માહિતગાર થયા

ભચાઉ તાલુકા ની 14 અને ભુજ તાલુકા ની 14 પંચાયતોના સરપંચ અને પ્રતિનિધિઓએ ગત તારીખ 27/ 2 /2018 ના રોજ કુનરીયા પંચાયતની  મુલાકાત લીધી આ બે વર્ષ દરમિયાન લોકભાગીદારીથી કરેલા કામો અને પબ્લિક એંગેજમેન્ટ માટે પંચાયતે  કરેલાં નવીનતમ  પ્રયોગો અંગેની માહિતી મેળવી. બે વર્ષમાં ૧૦૬ જેટલા જનજાગૃતિના કાર્યક્રમો થી ગામલોકોનો પંચાયત પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને ભારતીય બંધારણ ની અનુસૂચિ 11 મુજબ પંચાયતને  સોંપવામાં આવેલા ૨૯ વિષયો માં યોજનાબદ્ધ કઈ રીતે કામ કરી શકાય તેની વિગતવાર માહિતી મેળવી. પંચાયતોએ અનુચ્છેદ 243g મુજબ સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ માટે આયોજન કરવાનું થાય જેને આજે આપણે gpdp તરિકે  ઓળખીએ છીએ આજે જી.પી.ડી.પી.ની પ્રક્રિયા અને આયોજન અંગેની માહિતી પ્રતિનિધિઓને પ્રેઝન્ટેશન ના માધ્યમથી ગામના સરપંચ સુરેશ છાંગાએ આપી ૨૧મી સદીના આધુનિક યુગમાં ઇલેકટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી વધુ લોકોને વિકેન્દ્રિત પ્રકારની નિર્ણય પ્રક્રિયામાં કઈ રીતે જોડાય અને લોકોની જરૂરિયાતોને ઓળખી પૂર્ણ કરવા અને ગ્રામ સભા મજબૂત કરવા પંચાયત દ્વારા થયેલ પ્રયત્નો થી અવગત કરાયા બાળકોના શિક્ષણ માટે પંચાયતની દરમ...

ખાસ ગ્રામ સભા @ કુનરિયા

ગત તારીખ 18 ફેબ્રુઆરી 2019 ના રોજ કુનરીયા જુથ ગ્રામ પંચાયતની વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોએ ઉત્સાહથી ભાગ લીધો ખાસ ગ્રામ સભાના એજન્ડામાં પ્રધાનમંત્રી કૃષિ  સન્માન નિધિ માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવી અને તેને મંજુર કરવા બાબત ની હતી આ ઉપરાંત વિકાસકામો બાબતે પણ ચર્ચા કરવામાં આવી સ્વભંડોળ અને નાણાપંચના હિસાબોનું વાંચન કરાયું વિકેન્દ્રિત પ્રક્રિયાથી તમામ નિર્ણયો ગ્રામ સભામાં લેવાય છે The Gram Sabha is conducted to read out name and discuss on applicants of pradhan mantri krushi sanman nidhi  #Transparency #kunariya_panchayat

કુનરિયા જુથ ગ્રામ પંચાયત મા શાસન ઓડિટ ની કામગીરી હાથ ધરાઈ

ભુજ તાલુકા સરપંચ સંગઠન દ્વારા પંચાયતનું શાસન ઓડિટ કરવાની વાતની સાર્થકતા ના ભાગરૂપે આપણા ગામ કુનરીયા માં ભુજ તાલુકા સરપંચ સંગઠન અંજાર તાલુકા સંગઠન અને સેતુ અભિયાન ના સહયોગ થી નિષ્ણાતોની ટીમે મુલાકાત લીધી પંચાયતો પોતાનું મૂલ્યાંકન કરે  આ વાતોને ધ્યાનમાં રાખીને  સ્વમૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવામાં આવી જેમાં નિષ્ણાતોની ટીમ દ્વારા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઇ કચેરીમાં ઉપલબ્ધ તમામ દસ્તાવેજોની સ્થળ પર તપાસ કરવામાં આવી જેમાં ગ્રામ સભા મીટીંગ મિનિટસ  અને ઠરાવ બુક સામાન્ય સભાની મીટીંગ મિનિટસ બુક અને ઠરાવ બુક ફરજિયાત સમિતિઓની મીટિંગ મિનિટ્સ બૂક  અને એનાંઠરાવ  જન્મ-મરણ રજીસ્ટર રોજમેળ મિલકત રજીસ્ટર અંદાજપત્ર પૂરક અંદાજપત્ર નાણાકીય ઓડિટ રિપોર્ટ ત્રણ અને ચાર નંબરની પહોચ બુક વગેરે તપાસવામાં આવ્યા આ ઉપરાંત આ સંદર્ભમાં પંચાયતના સભ્યો ની ભાગીદારી નું મૂલ્યાંકન થાય તે તમામ સભ્યો સાથે રાખી ઉપરોક્ત ઉપરાંત અન્ય વિષયો બાબતે ચર્ચા કરવામાં આવી જેમાં એમ.જી.એન.આર.ઈ.જી.એ ના કામ અને એની પારદર્શકતા ગૌચર શાળા આંગણવાડી આરોગ્યની સુવિધાઓ વગેરે વિષયો ઉપર વિમર્શ કરવામાં આવ્...

આલ્ફ્રેડ હાઇસ્કુલ bhuj ના વિદ્યાર્થીઓનો nss કેંપ કુનરીયા પંચાયતના નોખાણિયા ગામે યોજાયો

૧૪ મી ની સાંજે પુલવામાં આતંકી હુમલો થયો તે ખૂબ જ નીંદનીય ઘટના છે. યુવાનોને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ તરફ દોરી જનારી તાકાતોને નિયંત્રિત કરવા અને યુવાનોને રાષ્ટ્રહિતમાં સેવા અને પરોપકારની ભાવના વિકસે એવા હેતુથી ૯ નવેમ્બર ૧૯૬૯ ના રોજ NSS નેશનલ સર્વિસ સ્કીમ રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત થઇ જે આજ પર્યત ચાલુ છે. આવી જ રીતે ઓલ્ફ્રેડ હાઇસ્કૂલ ભુજ ના ૬૦ જેટલા વિદ્યાર્થીઓ ગ્રામ્ય સંસ્કૃતિને સમજશે અને સામૂહિક સફાઈ કરશે ઉપરાંત શાળાના બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આફત સમયે કેવી સાવધાની રાખવી આરોગ્ય માટે શું તકેદારી રાખવી જેવી બાબતોએ ચર્ચા કરશે ઉપરાંત ૬૦ જેટલા વિદ્યાર્થીઓ સંસ્થાકીય પ્રવૃત્તિ કરી રાષ્ટ્રહિત અનુશાસન અને નેતૃત્વના ગુણ કેળવશે આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ગામના સરપંચ સુરેશ ગોપાલભાઈ છાંગાએ રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવક બનવાની તક નો લાભ લઇ ક્લાસ રૂમ બહાર મળતી કેળવણી ઝડપી લેવા આહ્વાન કર્યું. આ તકે વૃક્ષારોપણ કરી આ વૃક્ષ ઉછેર માટે દતક પણ અપાયું હતું. આ તકે ઉલ્લેખનીય છે કે કુનરીયા પંચાયતે ૨૦,૦૦૦ વૃક્ષો ઉછેરી વિક્રમ સર્જ્યો છે. ઉદ્ઘાટન પ્રસંગમાં NSS પ્રોગ્રામ ઓફિસર અક્ષય દ...

ઉતર ગુજરાત ના પંચાયત પ્રતિનિધિઓ કુનરિયા ની મુલાકાતે

ગત તારીખ 24/11/2018 ના રોજ ઉત્તર ગુજરાત ના ચાર તાલુકા રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર અને હારીજ તાલુકાની 14 પંચાયતોના 50 જેટલા પ્રતિનિધિઓ અને રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ કુનરીયા જુથ ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી ગ્રામ પંચાયત દ્વારા લેવાયેલા ઇનોવેટિવ નિર્ણયો અને પ્રવૃત્તિથી માહિતગાર કર્યા આગામી દિવસોમાં તૈયાર થનાર G.P.D.P ની પ્રક્રિયાથી માહિતગાર કરાયા. પંચાયતના સભ્યો અને ગામ લોકો સાથે ગોષ્ઠિ કરી ત્યાંની પંચાયતોએ કરેલ પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કર્યું. આ પ્રસંગે સેતુ ટીમ લીડર ધવલભાઇ અને  ભાવેશભાઈ હાજર રહ્યા હતા.

કુનરિયા માં યોજાઈ ગ્રામ સંસદ 23 જેટલા જિલ્લ કક્ષા ન અધિકારી રહ્યા હાજર

‘’GPDP  અંતર્ગત  કુનરીયા મા  યોજાઈ ગ્રામ સંસદ’’               ભારત સરકાર દ્વારા હાલ “ પીપલ્સ પ્લાનિંગ કેમ્પેઇન ” અંતર્ગત તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ પંચાયત વિકાસ આયોજન (GPDP) ની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે ત્યારે તે દિશામાં ભુજ તાલુકાની ગ્રામ પંચાયત માટે શ્રેષ્ઠ  ગ્રામ સભા નું આયોજન કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. પંચાયતી કાયદામાં, લોકશાહીમાં અને પારદર્શક નિર્ણય પ્રક્રિયા માટે ગ્રામસભાને મહત્વ અપાયું છે.  તેવું જ  વાતાવરણ કુનરીયા ની ગ્રામસભા નું હતું. આ ગ્રામસભાની ખાસ બાબત એ હતી કે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત 23 જુદા-જુદા વિભાગોના પ્રતિનિધિઓ હાજર  રહ્યા. તેઓ ન ફક્ત હાજર રહ્યા પરંતુ પંચાયતે રજૂ કરેલા વિભાગ પ્રમાણે ની સમસ્યાઓમાં યોગ્ય માર્ગદર્શન અને સ્થળ પર જ નિરાકરણ કર્યું. જેમ સંસદ સભા માં વિકાસ પર સવાલ-જવાબો થાય તે જ રૂપમાં આ ગ્રામસભામાં નાગરિકો અને અધિકારીઓ વચ્ચે સવાલ જવાબ થયા. અગાઉ પંચાયત એ GPDP બનાવવા મહિલાઓ, S.M.C. ,કારીગરો, સરકારી કર્મચારીઓ અને P.R.A. (સહભાગી ગ્રામીણ મોજણી) ના નવા ટૂલ્સનો ઉપયોગ કરી સમગ્ર પંચાયતન...

વિકાસ ના માપદંડોમાં શિક્ષણ ની બાદબાકી ચલાવી લેવાય નહીં કુનરીયા માં શિક્ષણ માટે થયેલા પ્રયત્નો

શિક્ષણ સભ્ય સમાજ માટે અતિ મહત્વનો પૌષ્ટિક તત્વ છે વિકાસના માપદંડો માં શિક્ષણ ની ગેરહાજરી અથવા બાદબાકી ચલાવી લેવાય નહીં ત્યારે કુનરીયા પંચાયત પણ આ વિષય બાબતે ખૂબ જ ગંભીર છે શરૂઆતમાં ગામ  પંચાયત પાસેની ગામ લોકોની અપેક્ષા બાબતે google માં લેવાયેલા મંતવ્ય માં મોટાભાગના યુવાનો ના અભિપ્રાય એવા હતા કે પંચાયત શિક્ષણ પર ભાર પૂર્વક મહેનત કરે અને ઍ કામ પંચાયતે કર્યું છે અને હજુ ઘણુ કરવાનું બાકી છે આ ગામમાં કચ્છ નવ નિર્માણ અભિયાન સ્વેચ્છિક સંસ્થા રિચ ટૂ ટીચ   શિક્ષણ નો પ્રોગ્રામ ચલાવે છે જેમાં બાળકોને સર્વાંગી વિકાસ થાય એ રીતે પ્રવૃત્તિમય શિક્ષણ આપવામાં આવે છે બાળકો જવાબદાર શિક્ષણ મેળવે એવા આશયથી બાળકો વર્ગખંડમાં પોતાના બનાવેલા નિયમોનું પાલન કરે છે વ્યવસાય લક્ષી શિક્ષણ કરતા જીવનલક્ષી શિક્ષણ મેળવે બાળકો માંજુથ કાર્ય અને સામાજીકરણ વિકસે આ ઉપરાંત બાળકોની ગેરહાજરી નું પ્રમાણ ઘટાડવા નવતર પ્રયોગો આ સંસ્થાના કમ્યુનિટી ફેસીલીટેટર કરે છે બાળકોની ગેરહાજરી બાબતે કઈ સિઝનમાં કયા દિવસે કયા સમાજમાંથી  ફળિયા માથી ગેરહાજર રહે છે એ બાબતનું મૂલ્યાંકન કર્યા પછી લક્ષ્ય કેન્દ્રિત પ્રવૃતિ કરવામાં આવ...

કુનરિયા માં પોષણ દિવસ ની ઊજવણી કરાઈ

કુનરીયા માં પોષણ દિવસની ઉજવણી કરાઈ                      મહિલાને બાળકોની તંદુરસ્તી અને આરોગ્ય માટે ગ્રામ્યસ્તરે આંગણવાડી કેન્દ્રો નું ખુબ જ  યોગદાન રહ્યું છે કુનરીયા ગામે ત્રણે આંગણવાડીના લાભાર્થી બહેનો કિશોરી અને બાળકોને ધ્યાનમાં રાખી પોષણક્ષમ આહાર માટે ની વિવિધ  વાનગીઓ બનાવી આ વાનગીઓમાંથી ક્યુ અને કેટલી માત્રામાં પોષણ  મળશે અને આ વાનગી બનાવવાની રીત અંગે કિશોરીઓ  અને બહેનોને સમજ અપાઇ માનવ  શરીરમાં જરૂરી પોષક તત્વો વિટામીન આર્યન કાર્બોહાઈડ્રેડ અને પ્રોટીન સમતોલ પ્રમાણ માં લેવાની જીવનશૈલી બનાવવા  અંતરિયાળ  વિસ્તારના બહેનોને આંગણવાડી કાર્યકર દ્વારા સમજ આપવામાં આવી કંકુબેન, ગીતાબેન અને મનિષાબેન પોતાની વાત કરતા બાળકો ઘરની બનાવેલી વાનગીઓ પર ભાર મૂક્યો હતો. આરોગ્ય વિભાગના નર્સ થયા બેને કિશોરીઓમાં આવતા શારીરિક ફેરફાર દરમિયાન કઈ તકેદારી રાખવી અને કયો આહાર લેવો તે અંગે માહિતી આપી ગામના સરપંચ સુરેશ છાંગાએ વિશેષ પ્રકારની પહેલ ની પ્રશંસા કરી બિરદાવી હતી. હાજર રહેલી બહેનોએ પોતાના પ્રતિભાવોમાં દિવસ દરમિયાન મળેલ...